________________
(૫૭ ) એક દષ્ટાંત લઈએ. શ્રીકૃષ્ણ અને રોપીઓની કથાએમાં દુર્વાસા ઋષિના પ્રસંગમાં એક એવી કથા છે કે, એ ઋષિ વર્ષમાં એકવાર ભજન કરતા અને એ એક ભેજનમાં તેમને ઘણું ખાવાનું જોઈતું હતું. આ વાર્ષિક ભજન ગોપીઓ તેમને માટે લઈ જતી. આ ભજન લઈ જવાનો સમય આવ્યો ત્યારે ઘણાં મિષ્ટાન્ન બનાવી થાળમાં પૂરી પીઓ દુર્વાસા ઋષિના આશ્રમ પ્રત્યે જવા નીકળી. પણ ત્યાં જતાં રસ્તામાં એક નદી આવતી હતી, તેમાં પૂર આવ્યું હતું તેથી તેને પેલે પાર જઈ શકાય એમ ન હતું. દુર્વાસા ઋષિને ક્રોધ ચઢશે એવી બીકથી તેઓ શ્રીકૃષ્ણ પાસે પાછી ગઈ અને કહ્યું, હવે અમારે શું કરવું? પૂર ઘણું આવ્યું છે અને પાર જઈ શકાય એમ નથી; અને દુવાસા ઋષિ ક્રોધ કરશે તો બધા લોક બળીને ભસ્મ થઈ જશે. શ્રીકૃષ્ણ ભગવાનને હાસ્ય આવ્યું અને કહ્યું, તમે પાછાં તે નદીએ જાઓ અને તેને મારું નામ દઈને કહો કે “જે શ્રીકણ બ્રાચારી હોય તો અમને માર્ગ આપો.” તેઓએ વિચાર્યું કે આ શું ? શ્રીકૃષ્ણ આટલી બધી ગોપીઓ સાથે રહે છતાં તે બ્રહ્મચારી? પણ તેઓ જાણતી હતી કે શ્રીકૃષ્ણ જ્ઞાની છે, તેથી Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com