________________
(૯૧) તેમને સહાય કરી તેમને આગળ વધવા મદદ નહીં કરીએ? ઘણું નાના ઝરા એકઠા મળી એક ધોધ બને છે. એ યાદ રાખી આપણું દરેકના પ્રેમરૂપી ઝરાને એકઠા કરી પ્રભુ પ્રત્યે રેડવા જોઈએ. આમ છે તે પછી આપણે પ્રેમ ગમે તેવો નિર્જીવ હોય, આપણું ઉચ્ચ ભાવનાઓ ગમે તેવી અદઢ હાય, અને આપણું ભક્તિ ગમે તેવી નિર્બલ હોય, છતાં તે સર્વને પ્રેમમૂર્તિરૂપ પ્રભુના ચરણકમલમાં અર્પણ કરીએ. શું આપણા બધાને પ્રેમ એકઠા થઈ તેમાંથી એ પ્રેમ ઉત્પન્ન ન થાય કે જેથી આપણું ભરતભૂમિને ઉદ્ધાર થઈ શકે ? અને આપણું જાતિ ભાઈઓ શુદ્ધ અને પવિત્ર થાય? એવી ઉચ્ચભાવના હોય તે એ બનવું શક્ય છે. આ મહાન કાર્યમાં સેજપણ ભાગ લેવાની આપણી ફરજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Buratagyanbhandar.com