________________
પ્રાણું માત્ર જાણતાં કે અજાણતાં પકડે છે તે આપણે જોઈશું. પ્રથમ તે આ શોધ અજાણતાં જ થવા માંડે છે, એટલે એ તરફ આપણી પ્રવૃત્તિ થાય છે ખરી, પણ તેને હેતુ સમજાતું નથી. એટલે પ્રથમ તે સુખ, આનંદ, હર્ષ વગેરે મેળવવાની ઈચ્છા થાય છે. પણ એ શું છે તે આપણે સમજતા નથી. એમ કરતાં કરતાં કેટલેક કાળે એ શોધ જાણીને, સમજીને કરવા મંડાય છે. ત્યારે આપણે જેની શોધમાં છીએ તે શું છે એ આપણે જાણીએ છીએ, તેમજ તે પ્રાપ્ત કરવાનો માર્ગ શું છે તે પણ આપણે જાણીએ છીએ. આ શેાધનો જે હેતુ છે તથા માર્ગ છે તે અમુક વ્યક્તિને કેટલે અંશે સમજાય છે, તેને આધાર તે વ્યક્તિની સ્થિતિ એટલે તેને કેટલો વિકાસ થયો છે તેના ઉપર છે. જેમ જેમ આ માર્ગોમાંથી અમુક અનુકૂળ માર્ગ પકડી તે પર જવાય છે તેમ તેમ જીજ્ઞાસુપર માયાના ત્રણે ગુણોની અસર ઓછી થતી જાય છે. આપણને ભ્રમમાં નાખનાર, આત્માને આવરણ કરનાર અને સત્યને સંતાડનાર આ ત્રણે ગુણે છે. પણ જેઓ આત્મશોધને માગે પડ્યા છે તેઓ ધીમે ધીમે એ ગુણેના સ્પર્શથી દષિત થતા અટકે Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com