________________
(૬૬) અવતાર ધારણ કરે છે, અને એ અવતારરૂપે ઈશ્વરના કેઈ લક્ષણને સંપૂર્ણ રીતે પ્રકટ કરે છે.
સૃષ્ટિના જુદા જુદા ધર્મો જે મનુષ્યને આપવામાં આવ્યા છે તે તપાસતાં જણાય છે કે, આવા અવતારની માન્યતા દરેક ધર્મમાં છે અને દરેક ધર્મમાં કઈને કઈ દિવ્ય માનુષી સ્વરૂપથી પણ પર એવો ઈશ્વર છે એમ પણ માન્ય છે, અને વળી તેનાથી પણ પર એક અદ્વૈત તત્વ છે એમ પણ મનાય છે. છતાં મનુષ્યના પ્રેમ અને ભક્તિના ઉલ્લાસ તો આવા કોઈ દિવ્ય અને માનુષી સ્વરૂપના ચરણકમળમાંજ વિરામ પામી સંતોષાય છે. મનુષ્યજાતિના હેટા ભાગને અવ્યક્તનું ધ્યાન કરવાથી જે સંતોષ મળતો નથી તે સંતોષ તે આવા કઈ દિવ્ય અને માનુષી સ્વરૂપથી મેળવે છે, પછી ભલે તે શ્રી રામચંદ્રને નામે ઓળખાય કે શ્રીકૃષ્ણને નામે ઓળખાય, ક્રાઈસ્ટને નામે ઓળખાય, કે બુદ્ધને નામે ઓળખાય. આ પ્રમાણે ભક્તિ માર્ગના પ્રવાસીઓને તે પોતાની ભક્તિનો આવો અધિષ્ઠાતા એજ પિતાનું સાધ્ય છે. કારણકે મનુષ્ય જેની બુદ્ધિ મર્યાદિત છે તે અમર્યાદિત સની ભાવનાથી કેમ સંતોષાય? અને જ્યારે તેને આ પરમ સની ભાવના જ ન આવી શકે તે તે Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com