________________
( ૬૭ ) પ્રત્યે પ્રેમ અને ભક્તિ તો કયાંથી જ આવે? જ્યાં સુધી આપણું ભાવનાઓને અધિષ્ઠાતા, આપણે જેને સત્ય અને પ્રત્યક્ષ કહીએ છીએ તે ન હોય, ત્યાંસુધી તેમાં તેઓ વિરામતી નથી.
આ પ્રમાણે આ પ્રેમ માગે પ્રવાસ કરનારા ભકતે પિતાના ઇશ્વરને શોધતા જણાય છે. જે પ્રેમ અને ભક્તિથી પ્રેરિત થઈ તેઓ આ શોધ કરે છે તે શું હશે ? જે સત્તા આવા ભકતમાં સવશે વ્યાપી રહી તેમના જીવનના દરેક કાર્યમાં પ્રેરિત થાય છે, અને એટલા બધા તેમનામય બનાવી દે છે કે તેઓને પિતાના ઈષ્ટદેવ વિના બીજું કાંઈ સત્ય છે એમ ભાસતું જ નથી, અને તે સિવાય બીજું બધું અંધકારમય ભાસે છે તે શું છે? પ્રેમની પ્રતિમારૂપ ભક્તશિમણું નારદજી આ પ્રેમને બેધ આપી ગયા છે, તેમાં પ્રેમનાં અને સત્ય સ્વરૂપનાં ચિન્હો શું છે તે સારી પેઠે સમજાવ્યું છે. તે પરથી ભક્તોએ શું શોધવું, અને પ્રાપ્ત કરવું તે યથાર્થ સમજાય છે.
શ્રી નારદજી કહે છે કે “અમુક વ્યક્તિ પ્રત્યે અનન્યભાવ” એજ ભક્તિ. અમુક વ્યક્તિ પ્રત્યે આ અનન્યભાવ ચાલુ રાખે એજ ભક્તિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com