________________
( ૧૩ ) અથાક શ્રમ ઉઢાવે છે તે ઐહિક છે; અને તેમના હેતુ વિશેષે કરીને ઐહિક ભાગ અને સમૃદ્ધિની વૃદ્ધિ કરવાના છે. હવે પશ્ચિમની પ્રજાની પ્રવૃત્તિ કેવી છે તે જરા તપાસીએ. તેએ અહેાનિશ પેાતાના હિક ભાગનાં સાધનામાં જેમ વધારે થાય એવાં પ્રયત્ના કરી રહ્યાં છે. આ તેમની પ્રવૃત્તિ ક્ષુદ્ર છે. જ્યાંસુધી માણસ પેાતાની પ્રવૃત્તિથી કાંઇ અહિક ફળ બતાવી આપતા નથી ત્યાંસુધી તે કેવળ આળસુ છે એમ તે લેાકેા માને છે. સ્થૂળ સૃષ્ટિમાં તેના કાર્યનું ફળ જણાય નહીં તેા તે આળસુ છે એમ મનાય છે. એ પ્રજામાં મેટે ભાગે વિજ્ઞાનશાસ્ત્રની શેાધમાં માણસા ગુંથાયલાં હાય છે. આવા માણસને આ કાર્ય કરવાના હેતુ માત્ર જ્ઞાન સંપાદન કરવાના ભલે હા, પરંતુ તેનો શેાધથી શું થાય છે તે જોવાની આકાંક્ષા, અને તેની શેાધનુ પરિણામ બહાર પડ્યા પછી તે તપાસવાની ઉત્કંઠા, એ બધાનું કારણ એજ છે કે, લેાકેાને જ્ઞાનની વૃદ્ધિ થતાં વિષયસુખની વૃદ્ધિ થાય, અને વિષયાપભાગનું સાધન જે પૈસા તે પ્રાપ્ત કરવાનાં નવાં નવાં સાધના જડે. આમ થતાં થતાં વિષય તૃપ્તિનાં સાધના વધતાં જાય છે. આથી કરી વિષયવાસના અને તેની તૃપ્તિનાં સાધના વચ્ચે એક
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com