________________
( ૧૧ ) એને માટે તો તે પણ ઘણાં ઉપયોગી છે. એટલાજ માટે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, “વિષયને વિષયે જે તેમને સક્રિય રાખે છે તે પણ હું છું.”
કર્મમાર્ગે ચાલતાં, ધીમે ધીમે મનુષ્યને કાંઈક શ્રેષ્ઠ કર્મ કરી તેનાં ફળ મેળવવાની ઈચ્છા થાય છે, અને તેથી તેનામાં રજોગુણ પ્રવૃત્ત થવા માંડે છે. આમ થાય છે ત્યારે તેની પ્રવૃત્તિ ઘણીજ થવા માંડે છે. તે આમતેમ સર્વ દિશામાં દોડે છે, તેની ક્રિયાશક્તિ ઘણું પ્રબલ થાય છે અને કાંઈનું કાંઈ પણ કરવાનું તેને જોઈએ છે. ઇંદ્રિય અને મનથી દેરવાઈ તે બાહ્ય સૃષ્ટિમાં આમ તેમ ભમે છે, અને એમ કરી તેમને સંતોષવા પ્રયત્ન કરે છે. આ પ્રમાણે કર્મના ફળની ઈચ્છાથી તે કર્મમાં પ્રવર્તે છે.
હવે કર્મનાં ફળ બે પ્રકારનાં છે, એહિક અને પારલૌકિક. એક આ દુનિયામાં ભેગવવાનાં, અને બીજાં હવે પછીની દુનિયામાં ભોગવવાનાં. જે કાળમાં મનુષ્યની વૃત્તિ આજ છે તેટલી અધમ નહતી, જે કાળમાં ધર્મનું જે સારું હતું, જ્યારે આત્મા અમર છે, એમ માની મનુષ્ય, તે પ્રમાણે વર્તતા હતા, માત્ર એમ માનતા એટલું જ નહિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com