________________
( ૨ ) એ ત્રણે માર્ગ અંતે એક જ ઠેકાણે મળે છે. એને પુરા એ જ છે કે કોઈ પણ માર્ગથી પૂર્ણ સ્થિતિને પમાય છે ત્યારે તે જીજ્ઞાસુમાં, તે વિનાના બીજા બન્ને માર્ગપરાયણ જીજ્ઞાસુનાં લક્ષણે આવે છે. કેમકે ગ–પછી તે કર્મગ , જ્ઞાન
ગ હે, વા ભક્તિયોગ હે–પ્રાપ્ત થાય એટલે આત્માનુસંધાન થાય છે. યોગ પ્રાપ્ત થવા માટે જે અધિકાર જોઈએ છે તે પણ ત્રણેમાં એક એકને મળતા હોય છે, અને આ ત્રણે માર્ગમાંથી કોઈ પણ માર્ગે જે માણસ આત્માનુસંધાન કરે છે તેનામાં, બીજા બન્ને માગે આત્માનુસંધાન કરનારમાં જે લક્ષણે હોય તે પણ આવે છે જ.
જુદી જાદી પદ્ધતિ છતાં એક જ લક્ષ્યવાળા આ ત્રણે માર્ગ વિષે શ્રીમદ્ભગવદ્ગીતામાં સારું વિવેચન કરેલું છે. ગીતાજીમાં એ ત્રણ માર્ગને વિષે સારે ખુલાસો આપે છે એટલું જ નહીં પણ એ માવડે કયાં જવાય છે તે સ્પષ્ટ બતાવેલું છે. પૂર્ણ ભક્તના હૃદયમાં જ્ઞાન કેવી રીતે ઉદ્દભવે છે તે તેમાં બરાબર સમજાવ્યું છે. વળી કર્મ કરવા છતાં તેનું બંધન કેવી રીતે બાંધતું Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Suratagyanbhandar.com