________________
( ૩ )
નથી તે પણ એમાં સારી રીતે સમજાવ્યું છે. વળી એ પણ સમજાવ્યું છે કે, આ ત્રણમાંના કઈ પણ માગે શ્રી કૃષ્ણ ભગવાનને સાક્ષાત્કાર થઈ શકે છે, અને પરમ આનન્દ પ્રાપ્ત થાય છે. ત્યારે કર્મ, જ્ઞાન કે ભક્તિ ગમે તે પ્રકારે જેઓ આત્માની શોધ કરે છે તેમને તેની પ્રાપ્તિ થાય છે. જેઓ આત્મશાધન કરે છે તેમને આત્મપ્રાપ્તિ થયા વિના રહેતી નથી. કારણ કે સર્વને આત્મા એક જ છે, અને ત્રણે માર્ગનું લય પણ એક જ છે.
સુષ્ટિ તરફ દષ્ટિ કરતાં જણાય છે કે સર્વત્ર વસ્તુ માત્ર આત્માની શોધ કરી રહી છે. દરેક દિશામાં, દરેક સ્થળે, દરેક પ્રકારના નામરૂપવાળી વસ્તુઓ, જાણતાં કે અજાણતાં, સ્પષ્ટ રીતે કે અસ્પષ્ટ રીતે, પણ એ જ આત્માની ખેળ કરી રહી છે, અને એ જ માટે મહા ભગીરથ પ્રયત્ન સર્વત્ર ચાલી રહ્યો છે. સૂર્ય પોતાનાં કારણે પ્રસારે છે તે પણ એ જ માટે સમુદ્રના મોજાં ઉછળે છે તે પણ એ જ માટે વાયુ વાય છે તે પણ એ જ માટે; વનસ્પતિ ઉગે છે તે પણ એ જ Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Soratagyanbhandar.com