________________
માટે પ્રાણી માત્ર જે જે ફાંફાં મારે છે તે પણ એ જ માટે; અને મનુષ્ય પણ ગમે તેવી આંધળી રીતે, ગમે તેવી મૂર્ખાઈથી, ગમે તેવી ભૂલ કરીને, પણ એ જ આત્માને શોધે છે. સૃષ્ટિની વસ્તુ માત્રમાં આ જે સામાન્ય ક્રિયા છે, અને જીવ માત્રની જે આ સત્ય પ્રવૃત્તિ છે તેને જ પ્રાચીન કાળમાં આત્મશોધ કહેતા હતા. અર્વાચીન શાસ્ત્રોને પણ સૃષ્ટિની આ પ્રવૃત્તિ માન્ય છે. તેઓ “ઇવોલ્યુશન” અથવા વિકાસકમ એવે નામે તેને ઓળખે છે. આ પ્રમાણે
જ્યાં જોઈએ ત્યાં, પ્રાચીન કાળમાં કે અર્વાચીન કાળમાં, સર્વત્ર આ આંતર્રવૃત્તિ સ્પષ્ટ માલમ પડે છે.
વસ્તુ માત્ર આત્માની શોધ શા માટે કરવી જોઈએ? આ સવાલ સહજ ઉઠે છે. પ્રયત્ન માત્ર એ આત્માને શેધી કાઢવા તરફ જ શા માટે થવો જોઈએ? એનો ઉત્તર એટલો જ છે કે એ આત્મા સર્વમાં વ્યાપી રહ્યો છે. સમુદ્ર, વનસ્પતિ, પથ્થર, જીવજંત તેમ જ મનુષ્ય એ સર્વમાં નામરૂપાદિ બાહ્ય માયાવી ઉપાધિનો અંતરાત્મા એ જ છે. જે આત્મા સૂર્યમાં છે તે જ આત્મા મનુષ્યના હૃદયમાં પણ છે, અને પ્રાણી માત્ર જે સુખ અથવા આનન્દ Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com