________________
ॐ तत् सत् परमात्मने नमः
કર્મ,જ્ઞાન અને ભકિતમાર્ગ.
(મિસિસ એની બેસન્ટકૃત. )
કર્મમાર્ગ, પ્રાચીન ઋષિઓએ મુક્તિ મેળવવાના ત્રણ માર્ગ બતાવ્યા છે. એ ત્રણે માર્ગની મર્યાદામાં રહેવાથી મનુષ્યને મુક્તિ મળી શકે છે. જો કે માર્ગ ત્રણ છે, છતાં તેમનું લક્ષ્ય એક જ છે. એ ત્રણે માર્ગની પદ્ધતિ જુદી જુદી છે તેથી એ માર્ગ જુદા છે એમ કહેવાય છે, પરંતુ એ ત્રણેને હેતુ તે એક જ છે. એમ જુદા છતાં તે બધા માર્ગ વડે આત્માનુસંધાન કરવાનો હેતુ છે. આ ત્રણ માર્ગ હિદુતત્વશાસ્ત્રમાં કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ એવે નામે પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaxay. Surratagyanbhandar.com