________________
જ
ભ્રાતૃભાવ, પેાતાને તથા પારકાને થતી પેાતાનાં કર્મ માટેની દરેક મનુષ્યની જવાબદારી અને એ જ નિયમવડે પેાતાને સ્વભાવ સુધારવાને મળતી પુષ્ટિ, અને એવા જ બીજા નીતિ નિયમેાને લીધે, સમસ્ત જનમ`ડળને એ બ્રહ્મવિદ્યાથી બહુ લાભ થાય છે, સામાજીક સ્થિતિ સુધારવા માટે, અથવા જ્યાં તે સારી હોય ત્યાં તેને પુષ્ટિ આપવા માટે જેવા સદાચારી જનેાની જરૂર છે તેવા સદાચારી મનુષ્યા, આ બ્રહ્મવિદ્યાની મર્યાદામાં રહેવાથી ઉત્પન્ન થઈ શકે છે. વળી બ્રહ્મવિદ્યાના સિદ્ધાન્ત દ્વારા આપણાં સામાજીક દુ:ખેાનાં કારણ ચથાર્થ સમજાય છે એટલુ' જ નહીં, પણ તે દૂર કરવાનાં સાધના પણ એમાંથી મળી આવે છે. બ્રહ્મવિદ્યા, એ દુ:ખેા કરતાં, તેમનાં કારણાને વધારે અગત્યનાં ગણે છે. છતાં ભ્રાતૃભાવના સિદ્ધાન્તને અનુસાર આચાર રાખતાં, સામાજીક દુ:ખો દૂર કરવાનું બ્રહ્મવિદ્યાના જીજ્ઞાસુઓને પ્રાપ્ત થાય છે.
જૂદા જૂદા ધર્મોમાં મૂલ ધર્મભાવના એક જ છે છતાં તેના બહારનાં રૂપ જ માત્ર જૂદાં છે, એવા જે બ્રહ્મવિદ્યાના સિદ્ધાન્ત છે તેથી કરી ધર્મ વિરોધ નાશ પામે છે; અને જૂદા જૂદા ધર્મોના સારાસાર અગ્રેસરને પરસ્પર પ્રેમ થાય છે. વળી વિચાર પ્રકરણને એક પાસ રહેવા દઇ આચાર પ્રકરણને એમાં જે અગત્યતા આપી છે તેથી દુરાચાર, દ્વેષ, અને ભિન્નભાવરૂપી મનુષ્યજાતિના શત્રુઓ સામે એક સંપથી લડવાનું, સત્યનિષ્ઠ તથા ભાવિક જનોને સુગમ પડે છે.
નીતિના નિયમા અને સૃષ્ટિનિયમ સંબંધી જે ખુલાસા બ્રહ્મવિદ્યામાંથી જડી આવે છે, તે પરથી જ એની તુલના થવી ઘટે છે; અને અ'ત એ ખેની તુલનાવડે જ મનુષ્ય માત્ર બ્રહ્મવિદ્યાની સાથકતા કે નિરર્થકતાને નિણય કરશે.
અની બેસન્ટ.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Sumatagyanbhandar.com