________________
બ્રહ્મવિદ્યાથી થતા લાભ.
માનસિક પ્રકરણમાં બ્રહ્મવિદ્યાથી જે લાભ થાય છે તે એ છે કે મનુષ્યના જીવન તથા તેના મન સંબંધી જે ગૂઢ સવાલો વારંવાર ઉઠે છે તેનું નિરાકરણ એમાંથી મળી શકે છે. સૃષ્ટિ તથા મનુષ્યના વિકાસને જે કમ બ્રહ્મવિદ્યામાં બતાવ્યા છે તે એવો છે કે તે પરથી આપણી હાલની સ્થિતિ સમજાઇ શકે છે, અને એ સ્થિતિમાંથી આગળ વધવાના સાધને પણ એજ બ્રહ્મવિદ્યામાંથી મળી શકે છે. સાધારણ મનુષ્યમાં જે શક્તિ હાલ અંતશ્ત રહેલી છે તે છે એમ એ સિદ્ધ કરી આપે છે અને જીંદગી ઉપર દોષદષ્ટિ થવાથી તે પર જે કંટાળો આવે છે તે દોષદષ્ટિને એ દૂર કરી નાંખે છે.
નૈતિક પ્રકરણમાં પણ એથી ઘણો લાભ થાય છે. દુઃખ શું છે, તેની નિવૃત્તિ કેવી રીતે થઈ શકે છે, એ પણ બ્રહ્મવિદ્યાવડે બરાબર સમજાય છે. એ બ્રહ્મવિધા મનુષ્ય માત્રની ઐયતા સિદ્ધ કરી આપે છે, અને સર્વ મનુષ્યમાં સમભાવ રાખવો એ યુક્તિયુક્ત છે એમ સ્પષ્ટ બતાવી આપે છે. બ્રહ્મવિદ્યામાં પુનર્જન્મને જે સિદ્ધાન્ત છે, તે વડે નિશ્ચય થાય છે કે મનુષ્યમાં જે જે રવભાવ હોય છે તે તેણે પોતે જ ઉપજાવેલ હોય છે. એમાં જે કર્મને નિયમ છે તે સ્પષ્ટ સમજાવે છે કે, દરેક મનુષ્ય પોતાનું ભાવી પિતે જ બાંધે છે. પોતે જ પોતાને વિધાતા છે. કારણ કે એ નિયમ સિદ્ધ કરી બતાવે છે કે –મન, વાચા, અને કર્મવડે જે જે શુભ સંસ્કાર મનુષ્ય અહિં કરે છે તેના પ્રમાણમાં જ તેની ઉન્નતિ થતી જાય છે. કારણ કે હવે પછીના જન્મમાં તેને સ્વભાવ કે થશે તેને આધાર તેના આ સંસ્કાર ઉપર છે. મનુષ્યમાત્રને જન્મથી જ જે સ્વભાવ હોય છે તે આવા સંસ્કાર જ છે. ફરી ફરી જન્મ થવાનું પ્રયાજન શું છે તે આ પરથી સ્પષ્ટ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Surratagyanbhandar.com