________________
( ૨૬ ) તેને મહેલમાંથી કાઢી મઢુલીમાં લાવા; તેને સારા પેાશાક ઉતરાવી ચીથરાં પહેરાવેા, મીષ્ટાન્નને ઠેકાણે તેને ટુકડા કે ઉચ્ચષ્ટાન્ન આપે। તાપણુ એ કશાથી તેને લેપ થતા નથી. પદાર્થો હાય છે ત્યારે તેથી દૂર જતા નથી, તેમ ન હોય ત્યારે તે મેળવવાને ઇચ્છતા નથી. આ પ્રમાણે મહેલ કે મઢુલી બધું તેને મન સરખું છે. તે બરાબર સમજે છે કે એ સર્વ ત્રિગુણાત્મક માયાના વિકાર છે; એટલે જે પુરૂષ ક વ્યબુદ્ધિથી જ કર્મ માત્ર કરે છે, જેને પરમ ત્યાગ પ્રાપ્ત થયા છે, અને જેને ફળની સાથે કાંઇ સંબંધ નથી, એવા પુરૂષને ફળની શી દરકાર છે? વિષયમાત્રથી વિંટાયલા રહી તેથી વિરકત રહેવું એ રહેણી ઘણીજ દિવ્ય છે, પણ ઘણીજ કઠણ છે, અને તેથીજ ઘણી ભવ્ય પણ છે. જે મનુષ્યને પૈસેા, શ્રીમંતાઇ કે ગરીબી, સુખ કે દુ:ખ, માન અને અપમાન સઘળુ જ સરખું છે. અને તે સમાં જેને શાંતિ રહે છે, તે પુરૂષ કચેાગની ટોચે પહોંચી હવે કચેાગી થયા છે. યાગ કે જયાં ત્રણે મા એકઠા મળે છે, અને જ્યાં માયાતીત પુરૂષને આત્માના સાક્ષાત્કાર થાય છે તે પ્રાપ્ત કરવાની તે તૈયારીમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com