________________
એક પ્રયત્ન કરીને, આત્માની શોધમાં ફાંફાં મારે છે. તે કર્મમાત્રમાં પ્રવર્તે છે અને કહે છે કે “હું કરું છું, અનુભવું છું, મને લાગણીઓ થાય છે, અને મને સુખ અને દુઃખ થાય છે.” પણ તે જાણતો નથી કે આ કિયાએ, અનુભવ, લાગણીઓ અને સુખદુ:ખના અનુભવ પ્રકૃતિના ગુણેનાં પરિણામ માત્ર છે, અને આત્મા તો નિષ્ક્રીય છે, તેને લાગણી થતી નથી, તેને આવા અનુભવે નિત્ય થયાં કરે છે તે તો માત્ર પ્રકૃતિના ગુણોને લીધે જ છે. પ્રથમ તે મનુષ્ય, કર્મનાં ફલની ઈચ્છા રાખીને કર્મમાત્રમાં પ્રવર્તે છે, તેને સુખ મેળવવું હોય છે. જે તે કાંઈ પણ કર્યા વગર પડી રહે છે તે તે તેને ગમતું નથી, અને ઉલટું દુઃખ થાય છે. જે સંપૂર્ણ કિયાનો લેપ થાય તો શરીર પણ નાશ પામે છે. ત્યારે પ્રથમ તો તેણે તમે ગુણને વશ કરવાને છે એટલે પ્રકૃતિના જે ગુણને લીધે આળસ, કર્મ કરવા તરફ અભાવ, અને અચેતનતા વા જાણું વા ગ્લાનિ થાય છે તેને વશ કરવાનાં છે. ભ૦ ગી અ. ૩ બ્લેક ૮ માં કહ્યું છે કે, नियतं कुरु कर्म त्वं कर्म ज्यायोहकर्मणः ।
शरीरयात्रापि च ते न प्रसिद्धयेदकर्मणः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Soratagyanbhandar.com