________________
( ૮૯ ) અને મારૂં' ઘણે અંશે નાશ પામે છે. મનુષ્ય પણ પ્રેમના આવેશમાં પરસ્પરને ભેદ ભૂલી જાય છે, અને પતિ અને પ્રિયા એક બની રહે છે. એવે સમયે તમારૂં સર્વસ્વ તે તમારા પ્રિયજનનું છે એમ શું નથી માનતા ? એજ પ્રમાણે જીવ અને ઈશ્વર સંબંધે પણ થાય છે. સાધક દશામાં જીવની શક્તિએને વિકાસ કરવાના સાધનરૂપ પૂજન અને યજન વેળાએ બેઉમાં ભેદભાવ રહે છે, પણ સિદ્ધ દશામાં એ ભેદ જતો રહે છે; કારણકે તેમ થવાથી પ્રભુના જગદુ ઉદ્ધારણના કાર્યમાં તે સંપૂર્ણ રીતે ભાગ લઈ શકે છે. પતિ પ્રિયાને આ એકયભાવ એવો છે કે, તે સ્થિતિમાં એકના કાર્યનું શ્રેય બેઉને મળે છે. એકબીજાના સંપૂર્ણ ભાગીદાર છે. આ પ્રમાણે જે પરમ ભક્ત છે તે જગત્રાતા થાય છે તે બ્રહ્મમય બને છે અને જગનાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય સંબધે તેની શક્તિ પ્રભુના જેટલી જ હોય છે.
માત્ર કહેવાના જ નહીં, પણ ખરેખરા ભક્તો જે હિંદુસ્થાનમાં જન્મે તે તેની ઉચ્ચ દશા થતાં શી વાર લાગે ? અરે ! પોતાના અગાધ અને અમર્યાદ પ્રેમરૂપી સમુદ્રની છેળમાં ભૂતમાત્રને સમાવેશ થાય એવા પરમ પ્રેમી ભક્તજને જે એક બેજ હોય તો Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com