________________
( ૮૮ )
રાખી શકે છે ? પછી જીવ અને ઇશ્વર વચ્ચે શુ ભેદ રહ્યો ? તે જીવજ ઇશ્વર પ્રત્યેના પ્રેમથી ભરપૂર થઈ ગયા છે, પોતેજ આ નિ:સીમ પ્રેમરૂપ બન્યા છે, અને જેવી રીતે એક નદી અનેક નદીએ સાથે મળી સમુદ્રમાં વહે છે,તેમ તે જીવ જે પ્રેમનીજ મૂર્તિ છે તે પ્રેમના સાગરરૂપ બ્રહ્મમાં મળે છે. તે નદીનાં પાણી સમુદ્ર સાથે મળી, સ્વભાવ અને ગુણુ બેઉમાં એકરૂપ થઇ રહે છે. તેમને છૂટાં કાણુ પાડી શકે ? તેમજ જીવ અને ઇશ્વરને જુદાં કાણ પાડો શકે ? તે જીવે પાતાના અધિષ્ઠાતા બ્રહ્મને આળખ્યા છે, અને તેનું યજન કરતાં તેને તે અનુભવે છે અને તન્મય બની તે શિવરૂપેજ રહે છે. આમ થાય છે ત્યારે શ્રીકૃષ્ણ, પહેલાં જે કહેતા કે આવે ભક્ત મારે માર્ગે ચડશે, તેને હું મળીશ, તે મારા પરમ ધામને પામશે, તેને બદલે તે કહે છે કે, જ્ઞાની મારા રૂપજ છે જ્ઞાની વામૈય. આજ ભક્તિમાર્ગની પરાકાષ્ઠા છે. પ્રેમનુ પરિણામ આજ છે. પ્રેમજ પરમેશ્વર છે, અને જેમ જેમ એ પ્રેમ સંપૂર્ણ થતા જાય છે તેમ તેમ પરમેશ્વર તે દ્વારા વિશેષ સ્ફુટ થાય છે. મનુષ્યના પ્રેમ પણ કેવા અમર્યાદ છે તે આપણે અનુભવીએ છીએ, કેમકે તે પ્રેમમાં
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com