________________
( ૮૧ ) પ્રમાણે સાધારણ રીતે પ્રેમ માત્રમાં વણિક વૃત્તિ હેાય છે. એ વણિકુ વૃત્તિ એક પ્રકારની સ્વાર્થ બુદ્ધિનું સૂક્ષમ સ્વરૂપ છે. શુદ્ધ પ્રેમની લહરીઓ સ્વતજ વહે છે. પ્રેમનો હેતુ પ્રેમ છે. સત્ય પ્રેમીજને પ્રેમાર્પણ કરીને જ સંતોષ પામે છે.
આ પ્રમાણે આચરણ રાખવાથી ભકિતરસને સ્વાદ અનુભવવાની શક્તિ આવે છે. આટલું કર્યા પછી, શુદ્ધિ, સત્ય, પ્રમાણિપણું, દાન, અહિંસા, અને દયા, એટલા ગુણે પ્રાપ્ત કરવા જોઈએ. દિવ્ય પ્રેમ એટલે ભક્તિ શું છે તે જેને જાણવું હોય, તેણે આટલા ગુણે તે અવશ્ય પ્રાપ્ત કરવા જોઈએ. આમાંથી આપણે કેટલું કરી શકીએ એમ છે તે જેવું જોઈએ. અધિકારીનાં આ લક્ષણે ધ્યાનમાં રાખી આપણે આપણાં હૃદય તપાસી જેવાં જોઈએ, અને આપણામાં એમાંના કયાં છે અને ક્યાં નથી તે તપાસવું જોઈએ. એમાંનાં જે લક્ષણ આપણામાં ન હોય તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા માંડશું એટલે જ ભકિત માગે ચડશું, એટલે જ ભકિતમાર્ગ પર પ્રયાણ કરવાની શરૂઆત થઈ સમજવી.
Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Soratagyanbhandar.com