________________
( ૮ )
માત્ર પ્રત્યે દ્વારવાય, એટલુ જ નહીં પણ જીવમાત્રને તે પેાતાના પ્રેમાલિંગનમાં લઈ લે, અને તે દરેકને જેટલું સુખ તેનાથી અપાય તેટલું તે આપે. મનુષ્યના હૃદયમાં સ્વાર્થ બુદ્ધિ એટલી ઊંડી ઉતરેલી છે, અને તેથી તેના હૃદયની કઠારતા એટલી બધી વધી ગઇ છે, કે તેથી ધર્મ પ્રકરણમાં પણ સૂક્ષ્મ પ્રકારની સ્વાર્થ બુદ્ધિ હાય છે અને તેથી તેને પણ અશુદ્ધ કરે છે. આથી ધર્મ જે સર્વોત્તમ છે તે ઘણી વાર ભ્રષ્ટ થઈ જાય છે, અને હૃદયરૂપી પેાતાના મંદીરમાં વણિકબુદ્ધિ-સ્વાર્થ બુદ્ધિને—પ્રવેશ કરવા દઇ તેને બજાર જેવું આપવા લેવાનું સ્થાન બનાવી દે છે. તેઓ ધ્યાન કરે છે, કારણકે તેમને તેથી આનંદ થાય છે. જેનામાં શુદ્ધ અર્પણબુદ્ધિ હાતી નથી, તેના હૃદયમાં ઇશ્વર માટે સ્થાન નથી.
આટલા માટે જનહિતાનાં કાર્ય કરવાં એ ખરા ભકતને માટે તાલીમ છે. મનુષ્યવર્ગ માં પેાતાના જાત ભાઇઓપર ખરા પ્રેમ રાખનાર કેટલા છે ? જ્યાં જ્યાં પ્રેમ જેવુ કઇં જણાતુ હશે ત્યાં ત્યાં કાંઇની કાંઇ સ્વાર્થ સાધના હશેજ. બીજા પાસે કાંઇક કામ કરાવવાને માટેજ મનુષ્ય મનુષ્યને ચાહે છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sorratagyanbhandar.com