Book Title: Karmgyan Bhakti
Author(s): Annie Besant
Publisher: Gujarat Kathiawad Thiosophical Federation

View full book text
Previous | Next

Page 82
________________ ( ૭ ) તે ઉપર કહેલા નિયમો પ્રમાણે ચાલવાનું છે. ત્યાર પછી તેણે વાસના માત્રને ત્યાગ કરી ઈશ્વર પ્રત્યેજ સર્વ ઈચ્છાઓને દરવી જોઈએ. એ સિવાય બીજી કઈ ઈચ્છાને તેણે પોતાના હૃદયમાં અવકાશ આપવો જોઈએ નહીં. આ ઈછા તેની રગે રગે પ્રસરવી જોઈએ, અને આ પરમ ઈચ્છા આગળ બીજી સર્વ ઈચ્છાઓ અદશ્ય થવી જોઈએ. તેણે પોતાના વિચારમાત્ર ઈશ્વર પ્રત્યે દોરવવા પ્રયત્ન કરે જોઈએ. આ પ્રયોગ હરઘડી થવો જોઈએ. ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરતાં તેને જણાશે કે મન ભ્રમિત થઈ બીજા વિષયે પ્રત્યે દોડશે. અર્જુનને પણ આવો અનુભવ થતાં તેણે શ્રીકૃષ્ણને ભ૦ ગી અ. ૬ લોક ૩૪ માં પુછયું હતું કે, चंचलं हि मनः कृष्ण प्रमाथि वलवदृढम् । तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ ३४ ॥ મન ચંચલ બલવાન, દઢ વિક્ષેપજ કરનાર, નિગ્રહ તેને વાયુવતું, દુષ્કર માનું સાર. ૩૪ આ સાંભળી શ્રીકૃષ્ણ ભગવાને ભ૦ ગીઅત્ર ૬ શ્લોક ૩૫માં કહ્યું હતું કે – असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । સ્થાન તુ તેય વૈાથે જ વૃત્તિ છે રૂડા Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98