________________
( ૭૬ ) લેવાથી તે પિતાનું શરીર ભ્રષ્ટ કરે છે. એટલું જ નહીં પણ તે પોતાના જીવને પણ ભ્રષ્ટ કરે છે. કારણ કે આમ કરવાથી તે દયાને બદલે ધિક્કાર, અને પરમાર્થને બદલે સ્વાર્થ બતાવે છે. નિરાધાર પશુને સહાય કરવાને બદલે તેને દુઃખ દે છે, પોતાના સ્વાદને સંતોષવા માટે સુંદર પ્રાણીઓના જીવ લે છે કે લેવરાવે છે. આ બધાં શું પ્રેમનાં લક્ષણ હોઈ શકે? આટલા માટે ભક્ષ્યાભઢ્યને નિયમ અત્યંત ઉપગને છે, અને તેથી જ તેને પ્રથમ વિચાર કર્યો છે. આથી ભક્ત પિતાને ખોરાક પસંદ કરવામાં શુદ્ધાયુદ્ધને પ્રથમ વિચાર કરવો જોઈએ, એટલું જ નહીં પણ તેનાં સૂક્ષ્મ શરીરે જે બાહ્ય સ્પર્શથી તેમજ આંતરવૃત્તિઓથી અશુદ્ધ થઈ શકે છે, તેમને શુદ્ધ રાખવાં જોઈએ. આ પ્રમાણે બહારની અને અંદરની શુદ્ધિ સાચત્યાથી જીજ્ઞાસુ પિતાના દેહને, પ્રેમમાં લીન થયેલા જીવને રહેવાનું યોગ્ય સ્થાન બનાવે છે. વિવેક શું છે તે આ પ્રમાણે સમજાવ્યા પછી, તેમણે કહ્યું છે કે શુદ્ધ ભજન, શુદ્ધ ચિત્ત, અને નિરંતર ઈશ્વરનું સ્મરણ, એ બીજો નિયમ છે. ભક્ત થવા ઈચ્છનારે આને પિતાનું જીવનસૂત્ર બનાવી રાખવું જોઈએ.
આ દેવી પ્રેમનો રસ પીવા ઈચ્છનારે પ્રથમ Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com