________________
( ૭૪ ) તેને વિચાર પણ ફરીથી તેમને થતો નથી. ઉપલી વાતમાં, પેલાએ જ્યાં એક શ્વાસની ઈચ્છા કરી હતી ત્યાં સત્ય ભક્ત હતા તે તે ઈશ્વરનું ધ્યાન કરત, અને વિચાર કરતા કે હવે મૃત્યુ આવ્યું એટલે ઈશ્વર પ્રાપ્તિનો સમય પાસે આવ્યો. મનુષ્યને વિષયમાત્ર ભેગવવાની ઈચ્છા હોય છે, પછી કોઈને દ્રવ્ય, કોઈને માન, કેઈને સુખ, એમ કઈને કાંઈ અને કેઈને કાંઈ તૃષ્ણ હોય છે. આવા વિષયાસક્ત હૃદયમાં ઈશ્વરને સમાસ કેમ સંભવે ? બાઇબલમાં કહ્યું છે તેમ આપણું હૃદય એક ધર્મશાલા છે, જેમાં જુદી જુદી અનેક આશા અને તૃષ્ણારૂપી વટેમાર્ગે આ આવજા કરે છે તેથી તે એવી તો ખીચખીચ ભરાઈ ગયેલી હોય છે કે તેમાં આ દેવી પણાને રહેવાની જગ્યા મળતી પણ નથી.
આમ છતાં આપણે હિંમત હારવાનું કાંઈ કારણ નથી. હવે ભક્તિમાર્ગે જવાને કઈ દ્વાર છે કે નહીં તે આપણે જોઈશું. આ વિષયમાં આપણે ધર્મપ્રવતકમાંના એક મહાપુરુષ શ્રી રામાનુજની સહાય લઈશું. ભક્ત થવાને અધિકાર પ્રાપ્ત કરવામાટે, શું શું કરવું જરૂરનું છે તે એમણે સારી રીતે બતાવ્યું છે. તે પ્રમાણે વર્તવાથી અંતે તે ખરા પ્રેમનું પાત્ર બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com