________________
( ૭૩ ) ફરીફરીને આવતો, અને ઈશ્વરપ્રાપ્તિનાં સાધનની તેની જીજ્ઞાસા વધતી ગઈ, પણ ગુરૂ કાંઈજ બેલે નહીં. આમ કરતાં દિવસો વીત્યા પછી એક દિવસે ગુરૂ પ્રાતઃસ્નાન માટે નદીએ જતા હતા તે વખતે તેણે પિતાની સાથે આવવા પેલા જીજ્ઞાસુને કહ્યું. નદીએ પહોંચી ન્હાવાનું શરૂ કર્યા પછી, ગુરૂએ પેલા જીજ્ઞાસુને પકડી પાણીમાં દાખે અને થોડીવાર એજ સ્થિતિમાં રાખ્યું. તેણે છૂટવાને બહુ ફાંફાં માર્યા. અંતે તેણે તેને પાણીમાંથી બહાર આવવા દોધો અને કહ્યું “હે પુત્ર! તું પાણીમાં નીચે હતો ત્યારે તને વધારેમાં વધારે શાની ઈચ્છા હતી?” જીજ્ઞાસુએ કહ્યું “Aવાસ લેવાની.” ગુરૂએ કહ્યું “જે જીજ્ઞાસુ પરમેશ્વરને પ્રાપ્ત કરવા માગતો હોય તેની જીજ્ઞાસા, પાણીમાં વાસ લેવા માટે તારી ઈચ્છા જેટલી તીવ્ર હતી, તેટલી તીવ્ર હોવી જોઈએ. તારી જીજ્ઞાસા જે એટલી દઢ અને પ્રબલ હશે તો તને પરમેશ્વર મળશેજ. ”
પણ આવી જીજ્ઞાસા કેટલાને હોય છે ? ઈશ્વરપ્રાપ્તિ કેટલા થડા ચાહે છે? એકજ વિષય પ્રત્યે માણસનું મન દોડતાં તેઓ એને ભૂલી જાય છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com