________________
( ૭૧ )
તમને કાષ્ઠ મનુષ્યના ઉપર ગાઢ, શુદ્ધ, અને ઉચ્ચ પ્રેમ રહ્યો હેાય તે તે યાદ કરો. તમારા જીવનના જુદા જુદા પ્રસંગેા તપાસી જીવેા, અને જીવે કે આવા અપ્રતીમ પ્રેમની શું અસર થઈ હતી. એ પ્રેમના પ્રભાવમાં ત્રીજી ખધી વસ્તુ ઘણી ઝાંખી પડી જાય છે. તમારા પ્રેમ દ્રવ્યપર હાય, સાહિત્ય પર હાય, મુમુક્ષાપર હાય, ગમે તે પર હાય, છતાં એને પેલે પાર કાઈ એવી મૂર્તિનાં દર્શન થાય છે કે તે પ્રત્યે તમે તમારા સંપૂર્ણ પ્રેમ અર્પણ કરવા તત્પર થાઓ છે, જાણે કે તે તમને પેાતાની પાસે પરાણે આકર્ષે છે. આ ભવ્ય મૂર્તિના દર્શનથી જ તમારા મનની વૃત્તિ માત્ર બદલાઈ જાય છે. તેવા પ્રેમના પ્રમાણમાં દ્રવ્ય શી વિસાતમાં છે, એમ લાગે છે. તેની સાથે વાત કરવામાં જે રસ પડે છે, તેની સાથે સરખાવતાં સાહિત્ય નિરસ લાગે છે. તેના પ્રેમરસમાં જ્ઞાન માત્ર નિરૂપયાગી દેખાય છે. તેના સાનિધ્યમાંજ તમારા આનંદની સીમા આવી રહે છે; કારણ કે તમારૂ અંતરજ તેના પ્રેમથી રસસ થઈ રહે છે. ખીજા દરેક વિષયના બંધન તેની સમક્ષ ઢીલા થઈ જાય છે, તેના તેજોમય પ્રતાપ આગળ વર્ણ માત્ર ઝાંખા પડી જાય છે. તે તમારા મિત્ર થાય
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Sumatagyanbhandar.com