________________
( ૬૯ ) થયાથી “મનુષ્ય સંપૂર્ણ થાય છે, અમરત્વ મેળવે છે અને સંતોષ પામે છે. એ મળ્યા પછી બીજું કાંઈ મેળવવાની ઈચ્છા તેને રહેતી નથી. તેને શોક થતો નથી; કઈ પણ વસ્તુને તે ધિક્કારતો નથી, વિષયમાં તે આનન્દ માનતો નથી અને સ્વાથી કર્મમાત્રથી મુક્ત થાય છે. એ પ્રેમ અનુભવીને તે આનન્દથી મસ્ત બને છે, અને આત્મરત થઈ તેમાંજ નિમગ્ન રહે છે. વળી એ કાંઈ તૃષ્ણા સંતોષવાનું સાધન નથી, કારણ કે એજ પરમ ત્યાગ છે. ”
ભક્તિની સાક્ષાત મૂર્તિ નારદજી ભક્તિનું સ્વરૂપ આ પ્રમાણે સમજાવે છે. આવી ભક્તિ શી રીતે પ્રાપ્ત કરવી? ભક્તિમાર્ગનાં પગથી કેટલાં છે? મનુષ્યનાં હૃદય જેમાં ઐહિક પ્રેમ વ્યાપી રહ્યો છે તેમાં પરમ પ્રેમ કેમ વ્યાપે ? મનુષ્ય જેમનું મન આ વિષય પાછળ ભમે છે તેમને પરમ પ્રેમનું ભાન, જે થવાથી સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે, તે કેવી રીતે થાય? મનુષ્યો જે માયામાં ડૂબી ગયેલા છે, ક્ષુદ્ર પ્રેમના બંધનમાં જકડાઈ ગયેલા છે, અને તેથીજ આ પૃથ્વી પર કર્મબદ્ધ થઈ વારંવાર આવ્યા કરે છે, તેમને નારદજીના જેવી સત્ય ભક્તિ કેવી Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Sorratagyanbhandar.com