________________
(૬૮) એજ સૂત્રમાં આગળ ચાલતાં પ્રેમની ઘણું વ્યાખ્યાઓ આપીને અંતે તેમણે પોતાની વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યામાં નારદજી જે પરમ ભક્તિની મૂર્તિ ગણાય છે તેમણે તેવી ભકિતનાં સર્વ લક્ષણે આપ્યાં છે. વ્યાસ, ગાર્ગ, અને શાડિલ્યની ભક્તિની વ્યાખ્યાઓ આપી, નારદજી કહે છે કે, “કર્મમાત્રને ઈશ્વરને અર્પણ કરવાં, અને ઈશ્વરની લેશ માત્ર પણ વિસ્મૃતિથી મહાન દુઃખ થયું ” એજ ભક્તિ છે. સત્ય ભક્તિ આવી જ હોય છે. સત્ય ભક્તનું જીવન જ ઈષ્ટદેવને અર્પણ કરેલું હોય છે, અને ઈષ્ટદેવનું સહજ વિમરણ તે તેને મહા દુઃખદાયક લાગે છે. આવા ભક્તના હૃદય અને તેની પૂજ્ય મૂર્તિ વચ્ચે કાંઈ પણ અંતરાયકારક વિષય આવે, અને તેને જરા પણ સ્થલ કે માનસિક ગમે તેવી રીતે પણ દૂર કરે કે તરત જ તેને અત્યંત દુઃખ થાય છે. પિતાના ઈષ્ટદેવના વિસ્મરણ જેવું મહેતું દુઃખ સાચા ભક્તને બીજા કશાથી થતું નથી. નારદજી આમ કહી ગયા છે, અને જેમના હૃદયમાં ભક્તિએ વાસ કર્યો હોય છે તેવા ભક્તો એ શું છે તે જાણે છે. આટલું ભક્તિ વિષે કહ્યા પછી, જે ભકતે પરમ પ્રેમ અનુભવ્યું છે તેનું વર્ણન કરે છે. એ પ્રેમ પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com