________________
( ૪૪ )
સત્યને વિવેક કરવાથી જ્ઞાનની નિસરણીને પહેલે પગથીએ તે ચડે છે. એ વિવેક જ્યારે દૃઢ થાય છે ત્યારે તેનામાં બીજો જે એક ભાવ ઉત્પન્ન થઈ આવે છે તે વૈરાગ્ય છે. એથી વળી તે પદાર્થ માત્રથી કંટાળી જાય છે, તેમના ખાદ્યસ્વરૂપથી તેને કાંઈ ચેન પડતુ નથી, એટલે તેમનાથી દૂર જવાની વૃત્તિ થાય છે, અને તે બધાંના ત્યાગ કરી સૃષ્ટિના કઈ શાન્ત પ્રદેશ જેમાં તેની મહિવૃત્તિ ન થાય તેવે ઠેકાણે જઈ રહેવાના તેના નિશ્ચય થાય છે. ત્યાં પણ પદાર્થો તો છેજ અને આત્મા તે પદાર્થોમાં ગૂઢજ રહેલા છે. તેને ભાન થાય છે કે અત્યારસુધી તે બેવકૂફ બન્યા છે. આળકા પુતળીને લઇ તેની સાથે અનેક પ્રકારના વિહાર કરે છે અને તેથી સ તાષાય છે તેમ તેણે અત્યાર સુધી આ દુનિયાના વિષય સાથે કર્યું... એમ તેની ખાતરી થાય છે, અને જે દુનિયાની સાથેનું તેનું બંધન કાચા સૂતરનુ હતુ તેને તેણે લેાઢાની સીક જેવું માન્યુ હતુ તે જાણીને દુનિયા ઉપર તેને અત્યંત તિરસ્કાર આવે છે.
વિવેકમાંથી ઉત્પન્ન થયેલા આ વૈરાગ્યમાંથી તેને એવી પ્રેરણા થાય છે કે હજી તેનેા વિકાસ થઇ શકે એમ છે; અને તેમ કરવા માટે–આત્મ
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sorratagyanbhandar.com