________________
( ૬૩) મુજમાં તત્પર તેમને, ઉદ્ધર્તા હું સાર; મૃત્યુ યુક્ત સંસારથી, તરત બનું નિરધાર. ૭
ભ૦ ગી- અ. ૧૨ મ. શ્રીકૃષ્ણ યોગેશ્વરે પિતાના પ્રિય શિષ્ય અને નને ઉપર પ્રમાણે બોધ આપે છે. જેઓ ઈશ્વર ઉપર ચિત્ત ચોટાડે છે, જેઓ ઈશ્વરનું યજન કરે છે; જેઓ ઈશ્વરનું જ ધ્યાન ધરે છે, તેવા આ સંસારસાગરમાં ડૂબેલ અને તેને તરવા ઈચ્છતા જીવને શ્રીકૃષ્ણ ભગવાન એ સાગરમાંથી તારે છે. આ અનન્યાગ, એકાગ્રધ્યાન, શ્રદ્ધાયુકત પરમેશ્વરનું યજન, એજ ભક્તિ અથવા પ્રેમ. હવે એ પ્રેમમાર્ગ અથવા ભક્તિમાર્ગ શું છે તે આપણે જોઈશું. - જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ એ બેમાં એક મહા ભેદ આદિથી અંત સુધી આપણને સ્પષ્ટ જણાય છે. એ ભેદ એ બેના ઉદ્દેશમાં સાદ્યવસ્તુમાં છે. વસ્તુત: એ બેને હેતુ એક છતાં એક રીતે એ બે એક બીજાથી જુદા છે. ઉપર જે ક કહ્યો છે તેમાંજ કહ્યું છે કે નિર્ગુણ-અવ્યક્તને વિષે ચિત્ત લગાડનારાઓને ઘણું દુઃખ થાય છે, અને તેમને વિકાસ થતાં ઘણો શ્રમ વેઠવો પડે છે. જ્ઞાનમાર્ગે
Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com