________________
( ૬૫ ) આપણી સર્વ ભાવનાઓના, પ્રેમના, અને પૂજનના અધિપતિ આ વિધેશ્વર છે.
આ સર્વેશ્વર, જેમનામાં પરમ પુરૂષની ભાવના આરોપિત થાય છે તેજ સમયાનુસાર જુદા જુદા અવતાર ધારણ કરી મનુષ્યની સંકુચિત વૃત્તિઓને વિરામવાનું, મનુષ્યના પ્રેમને ઠરવાનું, અને મનુષ્યની ઉચ ભાવનાને તૃપ્ત કરવાનું એક સાધન થાય છે. અવતારરૂપે ઈશ્વરનું પૂજન કરવું, અને પિતાનું હૃદય તેમના ચરણકમળમાં મુકવું એ મનુષ્યને વિશેષ સુગમ પડે છે. હિંદુ તેમજ બીજા ધર્મોમાં પણ જોઈએ છીએ કે સર્વેશ્વર, મનુષ્ય અવતાર ધારણ કરે છે અને તે દેહ ધારણ કરેલ હોય છે ત્યારે મનુષ્યનાં પ્રેમ, પૂજન, અને ભક્તિના ભાવો તેમના પ્રત્યે વિશેષ પ્રકટ થાય છે. કારણકે મનુષ્યના હૃદયને સંતોષ પમાડે અને તેની સર્વ ઉચ્ચ ભાવનાઓને તૃપ્ત કરે એવું સ્વરૂપ તે ધારણ કરે છે. મનુષ્યની સંકુચિત બુદ્ધિ, અને તેના વિચારના મર્યાદિતપણા પર દયા લાવી તેની અક્કલમાં ઉતરી શકે, તેના અંધપ્રેમનું સ્થાન થઈ શકે, એવું સ્વરૂપ ધારણ કરી સર્વેશ્વર
Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Sorratagyanbhandar.com