________________
(૬૪ } જનારા જીજ્ઞાસુ સત, નિત્ય, અવ્યક્ત, અને સર્વના આધારરૂપ આત્માની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે. પણ જ્ઞાનમાર્ગને વિષે વિચાર કરતાં આપણે જોયું છે કે આત્મપ્રાપ્તિ, જ્ઞાનવડે, વિવેકવડે સિદ્ધ થાય છે, અને એ પ્રાપ્તિનું ચિન્હ સેહને પ્રત્યક્ષ અનુભવ છે, જેથી પરમ અદ્વૈતનો સાક્ષાત્કાર થાય છે. હવે ભકતોને હેતુ શું છે તે તપાસીએ, તેમના પ્રેમનું સ્થાન તપાસીએ, તેમની પૂજાની મૂર્તિ જોઈએ, અને તેમની શ્રદ્ધાનું સ્થળ તપાસીએ તો જણાય છે કે એ પરમેશ્વરજ છે. આ પરમેશ્વર સગણ. વ્યકત, અને નામ રૂ૫ ગુણથી યુકત છે. તેથી જ તેની મૂર્તિનું ધ્યાન કરવું, તેનું વજન કરવું સુગમ પડે છે. ભક્તિ ઉત્પન્ન થવા માટે જેના પ્રત્યે ભક્તિ ઉત્પન્ન કરવી હોય તેમાં સર્વોત્તમ પુરૂષનું આજે પણ થવું જોઈએ. મનુષ્ય સંબંધે જે ઉત્તમ ભાવના આપણને સાધારણ રીતે જાણીતી છે તેની મર્યાદા ગમે તેટલી વધારીએ અને તેને ગમે એટલી ભવ્ય કરીએ છતાં, તે ભવ્ય પુરૂષની ભાવનાનું જ સ્વરૂપ અવશેષ રહે છે તે ભવ્ય છતાં મર્યાદિત હોય છે. ઈશ્વર જે સર્વોત્તમ છે તેણે વિશ્વોત્પત્તિ માટે વ્યક્તભાવ ધારણ કર્યો છે, અને સ્વભાવે અમર્યાદિત થયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com