________________
( ૬૧ ) અહીં લક્ષમાં રાખવાની જરૂર છે કે, જે આ મુક્તિ કેવળ પરાર્થે પ્રાપ્ત કરી હોય તોજ એ ખરી મુક્તિ સમજવી; પણ એથી ઉલટું જે એમાં સ્વાર્થને લેશમાત્ર પણ પાસ હોય, તો તેથી અનેક યુગ સુધી સુખ ભોગવ્યા પછી પણ ખરી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ફરી ફરી જન્મ લેવો પડે છે. મુન્ડકેપનિષમાં કહ્યું છે કે, જ્ઞાન એકલાથી જ આત્માનુસંધાન થતું નથી. જ્ઞાન અને ભકિત એ બે સાથે હોય તોજ આત્મા પ્રત્યક્ષ અનુભવાય છે. જાનવડે મોક્ષ મળી શકે છે, અને એ પ્રમાણે મુક્ત થયેલે જીવ જનલોકમાં જઈ વસે છે. પણ જ્યાં સુધી સૃષ્ટિ ચાલુ રહે, જ્યાં સુધી ઈવર સૃષ્ટિનિર્વાહ કરે, ત્યાં સુધી ક્રિયાવાન રહી સૃષ્ટિનિર્વાહના કાર્યમાં ઈવરના સહકારી થવારૂપ જે પરમ મુક્તિ, તે તો જ્ઞાન અને ભક્તિ એ બેથી જ મળી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unnamay. Burratagyanbhandar.com