________________
(૫૯) ડળજ કરે છે, જેઓ જ્ઞાનના ગપાટા મારે છે પણ ખરેખરા જ્ઞાનની ભૂમીકાએ પહોંચ્યા નથી, તેઓ “ અહં બ્રહ્માસ્મિ ” એ વાક્યોચ્ચારમાંજ જ્ઞાનની પરિસીમા સમજે છે. તેઓ આમ કહેવા છતાં સર્વ વિષયોથી લેપાય છે, અને તેમાં આસક્ત થાય છે, કેમકે તેમને ખરેખર વિરાગ ઉત્પન્ન થયે નથી. તેથી ગમે તેવો ભ્રષ્ટાચાર કરતાં તેઓ કહે છે કે ઈન્દ્રિઓ ક્રિયા કરે છે, મને કાંઈ તેનું લેપન નથી. આવા મનુષ્ય કેવળ ભ્રમમાં છે, અને અજાણતાં કે કેટલીકવાર તે જાણીને મિથ્યા ઢોંગ કરે છે. કારણ કે તેઓ જાણતા નથી કે જ્ઞાની ગુણને વશ ન હેઈ તેને પિતાને વશ રાખે છે. એ ગુણોની સત્તા તેમના પર કદી ચાલતી નથી, પણ સૃષ્ટિના કમને અર્થ એ ગુણેના પતે ઉપયોગ કરે છે. જે માણસ દેહ અને ઇંદ્રિયને વશ છે છતાં, દેહ તથા ઈન્દ્રિય પોતાનાં કાર્ય કરે છે, અને તેથી કાંઈ લેપન નથી, એવું મિથ્યા ભાષણ કરનારની સ્થિતિ ખરેખર દયા પાત્ર છે. જ્ઞાનીઓ કઈ પણ કાર્ય માથે લઈ તે યથાર્થ જ કરે છે અને એ પ્રમાણે કાર્ય કરી તેઓ લોકસંગ્રહ કરવા માટે ઇશ્વરના એક સાધન બને છે. તે પોતાના અંત:કરણની પ્રેરણાથી કાર્યમાત્રમાં Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com