________________
( ૧૮ ) પાછા નદી પ્રત્યે જઈને આજ્ઞા પ્રમાણે મંત્ર જેવા શબ્દ તેમણે ઉચાર્યા. તરતજ નદીએ તેમને માર્ગ આપે અને તેઓ પાર ઉતરી દુર્વાસા ઋષિને આશ્રમે ગઈ. તેણે બધું મિષ્ટાન્ન આપ્યું અને જ્યારે પાછા ફરવાને સમય છે ત્યારે વળી પાછું ગેપીઓએ વિચાર્યું કે હવે કેમ થશે? તેઓએ દુર્વાસા પાસે જઈ હકીક્ત કહી. ત્રાષિએ કહ્યું, તમે જાઓ અને નદીને કહે કે “જે દુર્વાસાકષિ વા ભક્ષીને જ રહેતા હોય તો અમને માર્ગ આપ.” ચેપીએને ફરી આશ્ચર્ય થયું કે આ થાળની થાળ તે તેણે હમણા ખાલી કરી, છતાં કહે છે કે હું વા ભક્ષુ છું. છતાં તેઓ ગઈ અને જે કહેવાનું હતું તે કહ્યું કે તરતજ નદીએ તેમને માર્ગ આપે. ઘેર જઈ તેઓએ બધી વાત શ્રીકૃષ્ણને કહી અને તેને અર્થ પુછયે. તે પરથી શ્રીકૃષ્ણ તેમને કહ્યું કે, જ્ઞાનીને કર્મનું લેપન નથી, અને તેને કશાન પણ સ્પર્શ થતો નથી. જે ખરે જ્ઞાની છે તે કર્મ કરતાં છતાં તેને બંધન થતું નથી, અને બાહ્ય વિશ્વની વસ્તુઓને તેને સ્પર્શ થતો નથી.
પણ આ બાબતનો અર્થ સમજવામાં ઘણુંવાર લોકો હેટી ભૂલ કરે છે. જેઓ જ્ઞાની હોવાને Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com