________________
(પ૬ ) સ્વર સાંભળવો જોઈએ અને તેનું મનન કરવું જોઈએ. અમરત્વનું રહસ્ય આજ છે. જે ઉપદેશ આ ઋષિએ પિતાની પ્રિય અને જીજ્ઞાસુ પત્નીને કર્યો હતો તે જ્યારે પ્રાપ્ત થાય ત્યારેજ “તત્વમસિ” કહેવાને અધિકાર તેને મળે છે. આ ઉપદેશનો અમલ થયા પછી જ “ હે ” એ શબ્દ બોલી શકાય છે. જે મુક્ત, જે જ્ઞાની, ત્રિગુણાતીત થયે હોય છે તેની સ્થિતિ આવી હોય છે. આત્મા એકજ છે અને તેના વિના બીજું કાંઈ નથી તે હવે અનુભવ સિદ્ધ થયું છે. આ ઉપદેશ દઢ થવાથી સર્વ બંધન તૂટે છે અને જીવ મુક્ત થાય છે. આ પુરૂષ તૃષ્ણ રહિત થાય છે. તેનું ચિત્ત શાંત થાય છે. “હું કરું છું ” એવો ભાવજ તેને રહેતો નથી, કારણકે તેણે અનુભવ્યું છે કે આત્મા સર્વ કિયાએ તેની દ્વારા કરે છે. કર્મ કરતાં છતાં અક્રિય રહેવું તેને મર્મ આજ છે. સત્યજ્ઞાનનું રહસ્ય આજ છે. જ્ઞાની, દેહ અને મનવડે કિયા ભલે કરે, છતાં તેને આત્મા લેવાતો નથી.
જે જ્ઞાની કાંઈ ક્રિયા કરતો નથી તે તે જીવન શી રીતે ગાળે છે ? સત્યજ્ઞાન અને મિથ્યા જ્ઞાન વચ્ચે શું ફેર છે તે બરાબર સમજવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com