________________
જાય છે અને એક માલીકની પેઠે કાર્ય કરવા મંડે છે. ગુલામની માફક કામ કરવા કોઈ તેમના પર જોર જુલમ કરતું નથી. તેઓ સ્વતંત્ર છે, પરતંત્ર નથી. જ્ઞાનના વાક્યનો ઉચ્ચાર માત્ર કરે અને તેથી ઉલટીજ રહેણી કરણી રાખવી એના કરતાં હેટી માયા, મોટો ભ્રમ બીજે ક્ય હોઈ શકે ? એથી જીવની ઉન્નતિ થતાં વાર લાગે છે. આજકાલ આવા મિથ્યાચારીઓ બહુ વધી પડ્યા છે અને મહાન ઋષિમુનીઓના આ જ્ઞાનરહસ્યનો કે ઉંધો અર્થ કરે છે! પિતાના ભ્રષ્ટ જીવનના બચાવમાં વેદાન્તના રહસ્યને, તે સમજ્યા વિના ઉપયોગ કરે છે. પૂર્ણ રાગી હોઈ વિરાગીનાં વચન ઉચારે છે. આ દુરૂપયેગ થતો અટકાવવાને માટે જ પુરાતન કાળમાં અધિકારી વિના બીજા કેઈને આવે ઉપદેશ આપવામાં આવતો ન હતો. જેની સર્વ ઈચ્છાઓ શાન્ત થઈ ગઈ હોય, જેના સર્વ મનેવિકારો નષ્ટ થયા હોય, અને જેમને પૂર્ણ વિરાગ પ્રાપ્ત થયો હોય, તેમનેજ અધિકારી ગણ ગુરૂઓ આ રહસ્યને ઉપદેશ આપતા.
જ્ઞાનમાર્ગ આવો છે અને તે માર્ગે જતાં શી શી અડચણ પડે છે તે આપણે જોયું. એ માર્ગે રહી મનુષ્ય સંસારથી મુક્ત થઈ પરંપદને પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Borratagyanbhandar.com