________________
(પપ ) લીધેજ છે. જે એમ બની શકે કે કઈ વસ્તુમાં આત્મા ન હોય તો તેની એ શક્તિ નાશ પામશે. મૈત્રેયીએ પોતાના પતિ પાસેથી જ્ઞાન સંપાદન કરવાની ઈચ્છા બતાવી ત્યારે તેણે શું કહ્યું હતું ? તેણે કહ્યું કે સ્ત્રીને પતિ વહાલે છે તે તે પતિને ખાતર નહીં પણ તેમાં રહેલા આત્માને માટે છે. પત્ની પત્નીને ખાતર નહીં, પુત્ર પુત્રને ખાતર નહીં, સંપત્તિ સંપત્તિને ખાતર નહીં, એમ કોઈ વસ્તુ તે વસ્તુને માટે પ્રિય નથી, પણ દરેક વ્યક્તિમાં જે આત્મા રહેલો છે તેને માટે તે દરેક વ્યક્તિ પ્રિય લાગે છે. તેમજ દે પણ દેવા માટે નહીં, પણ તેમનામાં રહેલા આત્માને માટે જ પ્રિય છે. આ પ્રમાણે એ ઋષિએ પોતાની જીજ્ઞાસુ પત્નીને આત્મરહસ્યને ઉપદેશ દીધે હતો. આ પ્રેમ, આત્માનું આત્મા પ્રત્યે આકર્ષણ છે તે વિના બીજું કાંઈ નથી. મનુષ્ય પોતાના આત્માને પિતાનામાં અનુભવતો નથી, માટે તેજ આત્મા બીજાના આત્માને પ્રેમરૂપે અનુભવવાને પ્રયત્ન કરે છે. આ પ્રમાણે એ ઋષિએ અનેક દષ્ટાને આપી સિદ્ધ કર્યું કે કોઈ વસ્તુ તેના બાહ્યરૂપને લીધે પ્રિય નથી પણ તેમાં રહેલા આત્માને લીધેજ પ્રિય છે. આત્માનું દર્શન કરવું જોઈએ, તેને Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com