________________
(૫૪) ભેગવી તે અનુભવનો સંગ્રહ કરે છે. આત્મા અનંત છે એટલે એની વિભૂતિઓ પણ અનંત જ હોવી જોઈએ; એનો અંશમાત્ર પણ અનંતજ છે. જુદી દેખાતી વસ્તુઓમાં જે ભેદ જણાય છે તે સત્ય માનવાથી તે અપૂર્ણ જણાય છે. કારણ કે આપણે જે જોઈએ છીએ તે માત્ર તેને એકજ અંશ છે. તે આખી વસ્તુ આપણને દેખાતી નથી. અમુક વસ્તુની એકજ બાજુ જેવાથી તેના આખા સ્વરૂપનું જ્ઞાન આપણને થતું નથી, તેમજ એક વસ્તુનું જુદું સ્વરૂપ તે જેને ભાગ છે તેનું સ્વરૂપ બતાવી શકાતું નથી. આત્મા જે એક છે તે સર્વત્ર છે. તેનાથી ભિન્ન કાંઈ છે જ નહીં કેમકે કઈ એક વસ્તુ લે તો તેને ગમે તેટલે નાનો અંશ પણ તે આખી વસ્તુને ભાગ છે. આપણું અર્ધ અંધ દષ્ટિને પૂર્ણ આત્મા જણાતો નથી, પણ તેનાં અપૂર્ણ રૂપ જણાય છે. એ અપૂર્ણતા પૂર્ણતા પામવાને સર્વત્ર અને સર્વદા પ્રયત્ન કરી રહી છે, અને અધમમાં અધમ વસ્તુ પણ કેઈ કાળે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ બનશે.
વળી એક બીજી વાત શિખવાની છે તે એ કે, જે જે વસ્તુઓ છે અને જે આપણી વૃત્તિઓને તેની તરફ ખેંચે છે તે સર્વની આકર્ષણશક્તિ આ આત્માને Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com