________________
( પર ) તેથી તેઓ માયાવી છે; તેમાં રહેલું જીવન એકજ છે, કારણ કે તે આત્મા છે. શ્રી ગીતા અ. ૧૩ લે. ૨૯માં કહ્યું છે કે – प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः । यः पश्यति तथाऽत्मानमकर्तारं स पश्यति ॥२९॥ ક્રિયમાણ કર્મોજ સે, થાય પ્રકૃતિથી એમ; જાણે છે, તે આત્મને, જુએ અકર્તા તેમ. ૨૯
જે પુરૂષ બરાબર સમજે છે કે આત્મા અકર્તા છે અને કર્મ માત્ર પ્રકૃતિનાં છે, તે જ સત્ય જુએ છે. વિવેક એ છે કે જેથી સત્યાસત્ય અને નિત્યાનિત્ય સમજાય છે. આ પ્રમાણે આત્મા તે કાંઈ કરતો જ નથી. જે કાંઈ થાય છે તે પ્રકૃતિના ગુણે જ કરે છે છતાં આત્મા સર્વત્ર વ્યાપી રહ્યો છે. જ્ઞાની પુરૂષ આત્માને સર્વત્ર એક સરખી રીતે વ્યાપી રહેલે જુએ છે.
અહો ! આ જ્ઞાન પૂર્ણ રીતે પાચન કરવું કેવું કઠિન છે? આત્મા જે શુદ્ધ છે તે ઉત્તમમાં ઉત્તમ અને કનિષ્ઠમાં કનિષ્ઠ વસ્તુઓમાં તેમજ શુદ્ધમાં શુદ્ધ વસ્તુમાં પણ રહે છે અને અશુદ્ધમાં અશુદ્ધ વસ્તુમાં પણ એજ છે. હેટા ચગે
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Borratagyanbhandar.com