________________
( ૧૧ )
આ પ્રમાણે અજ્ઞાન જ છે. આત્મજ્ઞાન જેથી એકજ આત્મા સર્વવ્યાપક છે એમ અનુભવસિદ્ધ થાય છે તેજ જ્ઞાન છે.
આ આત્મજ્ઞાન જે ખરૂં જ્ઞાન છે તેનાં મૂળ તત્વ શું છે તે જાણવા અહિ પ્રયત્ન કરીશું. આત્મા એક છે. સૃષ્ટિમાં ભેદ જણાય છે, જે નાનાત્વ જણાય છે તે માત્ર વસ્તુઓના બાહ્ય સ્વરૂપને લીધે છે. એ ભેદ માયાકૃત છે માટે જ અસત્ય છે, અને એ માયાવી ભેદને લીધે જ જે સત્ય છે, જે સચ્ચિદાન્ટ સર્વત્ર છે, અને જગતના નાયક છે અને જેનાથી પર બીજું કાંઈ નથી, તેનું દર્શન આપણને થતું નથી. આત્મા સર્વદા નિષ્ક્રિય છે. ક્રિયા માત્ર પ્રકૃતિના વિકાર છે. એ પ્રકૃતિના ગુણોની લીલાથી પુરૂષ આવૃત્ત થયેલ છે. બાહ્યસૃષ્ટિમાં જે અનેક ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ જણાય છે તે આ એક નિત્ય વસ્તુના દશ્ય સ્વરૂપ છે. જીવમાત્રનાં જન્મ, પુખ્ત વય અને મરણ એ રીતે જે સંસારચક્ર ચાલે છે તે પ્રકૃતિના ગુણેને લીધે છે. તેમાં રહેલેં પુરૂષ તો સર્વદા અવિકારી હાઈ નિષ્ક્રિય જ રહે છે. આનેજ શ્રીવિષ્ણુની લીલા કહે છે, આજ પરમાત્માની કલ્પનાના તરંગો છે. વસ્તુ માત્રનાં રૂપ બદલાય છે Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com