________________
(
૫ )
સાક્ષાત્કાર કરવા માટે કેટલેક અંશે ષગુણ સંપન્ન થવાની જરૂર છે. જે આ દુનિયામાં મનુષ્યને કટ્ટામાં કટ્ટો વૈરી કઈ હોય તો તે પોતેજ છે, એટલે દરેક મનુષ્યની ક્ષુદ્ર વાસનાઓ જ તેને જ્ઞાન પ્રાપ્ત કરવા દેતી નથી. જ્ઞાનના ગપાટા ભલે મારે પણ જે શક્તિ વિના જ્ઞાનની ઉચ્ચ ભૂમિકાઓ પ્રાપ્ત થઈ શક્તી નથી તે શક્તિઓ ઉત્પન્ન થાય ત્યાંસુધીમાં તેને અનેક અનુભવના ફળરૂપ સંપૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત થે જોઈએ. તેણે મનને તથા દેહને પોતાના તાબામાં જ રાખવા જોઈએ; તે એટલે સુધી કે બાહ્ય પદાર્થોની તેના પર અસરજ ન થાય. માત્ર આત્માથી પ્રેરાઈને જ તે ક્રિયા કરે. એકમાંથી જે અનેકતા પ્રસરી છે, એકની જ સર્વ વિભૂતિઓ છે અને એથી જ જુદાં જુદાં સ્વરૂપ છતાં, જુદી જુદી પદ્ધતિઓ છતાં, જુદા જુદા ધર્મ, માર્ગ, અને સંપ્રદાયે એ એક જ વસ્તુનું શોધન કરી રહ્યા છે એમ જાણવાથી મનમાં જે મહત્તા અને સમભાવ ઉત્પન્ન થાય છે તે તેણે પ્રાપ્ત કરવાં જોઈએ. એનું જ નામ ઉપરતિ. સહનશીલતા વિના આવા મહાન કાર્ય સફળ થતાં નથી, એટલે આત્મસાક્ષાત્કાર જેવા મહાન કાર્ય માટે એની વિશેષ જરૂર છે. એથી જ જીવ દઢ Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com