________________
(૪૬) થાય છે, વીર્યવાન થાય છે. જ્ઞાનમાર્ગે રહી આત્મપ્રાપ્તિ થવામાં બળહીન જીવ નિષ્ફળ થયા વિના રહેતું નથી. એનું જ નામ તિતિક્ષા. એ માણસે ચેકસ માનવું જોઈએ કે હું દિવ્ય છું, કારણ કે હું ઈશ્વરને અંશ છું, અને તેથી જે ઈચ્છું તે કરવાની હારામાં શક્તિ છે. પોતે જાતે દિવ્ય હવા વિષે તથા પોતાની શક્તિ ઉપર આવો દ્રઢ વિશ્વાસ હોવે એનું જ નામ શ્રદ્ધા. આ બધા ગુણે સંપાદન થયા પછી અંતે એના ચિત્તની સ્થિતિ એવી થવી જોઈએ કે કશાથી પણ તેમાં ફરક પડે નહીં. એનું જ નામ સમાધાન. જે ચિત્તનું સમાધાન થયું ન હોય તો, વૃત્તિ ચંચળ જ રહે છે, તેની દષ્ટિ શુદ્ધ કેવી રીતે હાઈ શકે? અને જેની દષ્ટિ નિર્મળ નથી તેને આત્મદર્શન શાનું થાય ?
જ્યારે આ બધા ગુણે તે સંપાદન કરે છે ત્યારે પરંપદને પંથે જવાને તે ગ્ય થાય છે; અને ત્યારે જ સાચા જ્ઞાનમાર્ગને અધિકાર પ્રાપ્ત કરવા માટે અનુભવે દ્વારા તે કેળવાય છે. ચિત્તશુદ્ધિથી, મનની તીવ્રતાથી, આ તેના મહા Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Soratagyanbhandar.com