________________
( ૪૭ )
પ્રયાસના જુદા જુદા અનેક અનુભવેાથી અને ગુણા પ્રાપ્ત કરી તેણે પેાતાના શુદ્ધ માનસિક જીવનથી તૈયારી કરી છે, તેથી તે અધિકારી થયા છે. આવા મનુષ્યને જ અધિકારી કહી શકાય છે. એ જ પુરૂષ હવે જ્ઞાનમંદીરના દ્વાર આગળ એક જીજ્ઞાસુ તરીકે ઉભા રહે છે. તે ઉઘડ્યાથી સત્ય જ્ઞાનમાર્ગે જવાને તેને અધિકાર થાય છે. આવા અધિકારીને જ આત્મજ્ઞાનના રહસ્યના ઉપદેશ મળે છે.
એ જ્ઞાન જેને માટે આટલે બધા ભગીરથ પ્રયત્ન કરવા પડે છે તે જ્ઞાન ક્યું ? એ જ્ઞાન શુ છે ? એ જ આત્મજ્ઞાન. આત્મા જે એક છે, અનંત છે, નિત્ય છે અને સત્ય છે, તેનું જ્ઞાન એ જ આત્મજ્ઞાન. જ્યારે વસ્તુમાત્ર એ આત્માનીજ વિભૂતિ છે અને આત્મા તો એક જ છે અને તે સર્વવ્યાપક છે એવી દૃઢતા થાય ત્યારે જ આત્મજ્ઞાન સિદ્ધ થયુ કહેવાય. શ્રીકૃષ્ણુભગવાન જેમણે કર્મ માર્ગ અને ભક્તિમાર્ગ શું છે તે સારી પેઠે સમજાવ્યું છે, તેઓએ જ્ઞાનની ટુંકી વ્યાખ્યા આપી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com