________________
(૪૮) શ્રીકૃષ્ણ ભગવાન ગીવ અ ૧૦, શ્લોક ૨૦ માં કહે છે કે, अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः । अहमादिश्च मध्यं च भूतानामंत एव च ॥ २० ॥ હું આત્મા સે ભૂતમાં, રહેલ છું નિરધાર; આદિ મધ્ય ને અંત પણ, ભૂતોને હું સાર. ૨૦
હે ગુડાકેશ, જીવમાત્રમાં જે આત્મા રહેલો છે તે હું જ છું. જીવમાત્રને આદિ, મધ્ય અને અંત પણ હું જ છું.” આમ કહીને જ્ઞાન શું છે તે આગળ સમજાવવા ભ. ગી. અ. ૧૧, લેક ૭ થી ૧૩ માં અને ૧૭ માં કહ્યું છે કે, अमानित्वमदंभित्वमहिंसा क्षांतिरार्जवम् । आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः ॥७॥ ક્ષાંતિ, અદંભ, અમાનિતા, શૌચ, સરળતા, સાર, ધૈર્ય, અહિંસા, દેહવશ, ગુરૂસેવા નિરધાર. ૭ इंद्रियार्थेषु वैराग्यमनहंकार एव च । जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम् ॥ ८ ॥ વિષયમાં વૈરાગ્ય વળિ, અનહંકારિ થવાય; જન્મ, મૃત્યુ, વ્યાધિ, જરા, દુઃખ જેવું તેમાંય. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Borratagyanbhandar.com