________________
(૧૮)
આકૃતિઓ સાથે તેનું મન વ્યવહાર કરે છે. વિષય સાથે શારીરિક સંબંધ છોડ્યા છતાં વાસનાઓ તેને છેડતી નથી, તેનો ક્ષુદ્ર સ્વભાવ તેને હજી કનડે છે. આનું કારણ એ જ છે કે માત્ર બાહ્ય વિરક્તિથી તૃષ્ણા નિર્દૂલ થતી નથી. કારણકે તૃષ્ણાએ જન
સ્વભાવમાં ઘણું ઉંડા મૂળ ઘાલ્યાં છે અને તેને નિર્મુલ કરવા માટે કર્મ માર્ગ ઉપર હજી પણ આગળ ચાલવાની જરૂર છે.
આમ થયા પછી જે નિવૃત્તિને તે પકડીને બેઠે હોય છે તે સ્થિતિની શાંતિમાં તે પોતાના આત્માને ગુપ્તનાદ સાંભળે છે. એ ગુપ્તનાદ માત્ર શાંતિ હોય ત્યારેજ સંભળાય છે, અને તે દ્વારા અવિનાશી જ્ઞાન તેને મળે છે. ભ૦ ગી. અ૦ ૩ શ્લોક ૪ માં કહ્યું છે કે – न कर्मणामनारंभान्नैष्कर्म्य पुरुषोऽश्रुते । न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति ४-३ “કમેના અનારંભથી, નર પામે નહિ જ્ઞાન, તેમ માત્ર સંન્યાસથી, મેક્ષ ન પામે જાણ. ”
નિષ્ક્રિય રહેવાથી મનુષ્યને મુક્તિ મળતી નથી, તેમજ બાહા ત્યાગથી પરપદ પ્રાપ્ત કરી શકાતું નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Unnaway. Spratagyanbhandar.com