________________
( ૭ ) આવી રહેણું કે જેમાં કશાની ઈચ્છા રહેતી નથી, કશું મેળવવાનું રહેતું નથી, કશું મારું છે એવી બુદ્ધિ રહેતી નથી, જે અનાયાસે પ્રાપ્ત થાય છે તેને ત્યાગ કરતો નથી, એવી રહેણથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. કર્મ કરતાં તેના ફલને ત્યાગ કરી શરીરે અને આત્માની વચ્ચે ભેદ છે તે જાણવા જેટલો વિવેક જેનામાં ઉત્પન્ન થયે છે, તેને વિવેક કરનાર જ્ઞાની બન્યા વિના કેમ રહે? બીજા માણસો જ્ઞાનવડે, ધ્યાનવડે, જેમ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેમ આ મનુષ્ય કર્મવડે જ્ઞાન પ્રાપ્ત કરે છે. પણ વળી એક બીજો માર્ગ છે જે ભક્તિમાર્ગ કહેવાય છે. એ માર્ગ એ છે કે, જીવની સંસારયાત્રા પૂરી થતાં પહેલાં કર્મ અને જ્ઞાનમાર્ગ એ બન્નેની સાથે તેને ગ્રહણ કરવો જોઈએ.
આ પ્રમાણે થાય છે ત્યારે જ સ્વરૂપાનુસંધાન થાય છે. વાસના માત્રને ક્ષય કરવાથી તેને સર્વત્ર આત્માનાં દર્શન થાય છે. વાસનામાત્રના મળને હૃદયથી દૂર કરીને તે પુરૂષ, જે આત્મા, વસ્તુમાત્રમાં વ્યાપી રહ્યો છે તેનું, પોતાના હૃદયમાં દર્શન કરે છે. આ પ્રમાણે આત્માને સાક્ષાત્કાર થતાંજ કર્મ
ગની છેલ્લી ટોચે પહોંચવાને વખત તેને સમીપ Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com