________________
( ૩૯ ) ગુંથાયેલી હોવાથી જ તે આટલી બધી એકાગ્ર વૃત્તિથી કાર્ય કરે છે. હું માનપૂર્વક તેની પાસે ગયો અને તે શું કરતી હતી તે પૂછ્યું. તેણે પોતાની ડેક ઉંચી કરી કહ્યું કે “હ એક ચાંચડનો પાછલે પગ ઘડું છું.”
- વાર્તા ઉપર પ્રમાણે છે, એનો અર્થ સ્પષ્ટ છે. જ્ઞાનદેવીના ઉપાસકો એ દેવી પાસેથી પ્રથમ જે શિખે છે તે શું છે તે આ વાર્તા પરથી સ્પષ્ટ સમજાય છે. તે એ છે કે કુદરત જે કાંઈ ઉત્પન્ન કરે છે તે પિતાને સ્થાને સર્વાશે સંપૂર્ણ હોય છે. ન્હાનામાં ન્હાનું તેમજ મહેટામાં હેટું બધું એના મનને તો સરખું જ છે, કારણ કે સર્વમાં કુદરતનું સામર્થ્ય રહેલું છે. આ પ્રમાણે જ્ઞાનાભિલાષીઓ જેઓ સત્યપરાયણતાથી સૃષ્ટિની વસ્તુઓનું તત્વ શોધે છે તેઓને તે સર્વ વસ્તુ સરખી ઉપયોગી છે. આ પ્રમાણે તેઓ જ્ઞાન સંપાદન કરે છે, અને એક પછી એક પદાર્થવિજ્ઞાન શાસ્ત્રો ઉદ્ભવે છે.
સૂક્ષ્મદર્શક યંત્રથી સૂક્ષ્મ પ્રાણીઓ અને વસ્તુએનું શેધન થાય છે અને દૂરદર્શક યંત્રથી મોટી વસ્તુઓનું શોધન થઈ શકે છે. સૃષ્ટિમાં સર્વ દિશાShree Sudharmaswami Gyanbhandar-Unnanay.Soratagyanbhandar.com