________________
( ૩૮ )
ખડકો આવી રહ્યા હતા. એ મંદીરના સ્થંભ અને આર્કીઓ પણ એજ પથ્થરમાંથી ખોદી કાઢેલાં હતાં. હું એ મંદીરમાં જતો હતો એટલામાં મહને એક મહાન પ્રઢ દેવીનાં દર્શન થયાં. તેના મુખ ઉપર દિવ્ય તેજ પ્રકાશી રહ્યું હતું અને તેમાં પ્રેમ, બુદ્ધિ અને શક્તિનાં ચિન્હ સ્પષ્ટ જણાતાં હતાં. આ દિવ્ય મૂર્તિ બળ અને જ્ઞાનની પ્રતિમા જ હતી, અને આ પહાડમાંથી ખોદી કાઢેલા મંદીરમાં તે એકલી જ બીરાજતી હતી. તે કાંઈ કામમાં રોકાયલી હતી; તે કામમાં તે અત્યંત એકાગ્ર ચિત્તથી લાગેલી હતી અને તેની આંગળીઓ કંઈક વસ્તુને ઘાટ ઘડવામાં અને કોઈ પ્રાણી ઉત્પન્ન કરવામાં રોકાયલી હતી. તેની ભ્રમરો તેના તરફ દેરવાતી હતી અને તે જે કાર્ય કરતી હતી તેમાં જ લીન થઈ ગઈ હોય એમ જણાતું હતું. તેના વિચાર માત્ર તે વસ્તુ બનાવવામાંજ એકાગ્ર થયેલા હતા. તેની આસપાસ સર્વત્ર શાંતિ હતી. હું વિચારમાં સ્તબ્ધ થઈ
હતો હતો તેની પાસે ગયે અને મને વિચાર આવ્યું કે, ખરેખર આ દેવી કઈ પરાક્રમી પુરૂષનું કે કોઈ મહાન બુદ્ધિશાળી પુરૂષનું મગજ ઘડવામાં રોકાયેલી છે, અને એ હેટા કાર્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com