________________
( ૪૧ ) સંબંધમાં આવતી ભૂમિકામાં છે. પણ એ ઉપરાંત અનંત વિશ્વ તે હજી બાકી જ રહ્યું છે. કલ્પના કરે કે તે એક પછી એક એમ દરેક ગ્રહોમાં પ્રવેશ કરી તે તે ગ્રહો સંબંધી જ્ઞાન મેળવે છે. એમ કરતાં તે આપણા સૂર્યમંડળના દરેક ગ્રહના બંધારણ, ત્યાની વસ્તી વગેરેની ઘણું માહિતી મેળવે છે. તે થઈ રહ્યા પછી બીજા સૂર્યમંડળનું જ્ઞાન મેળવ્યું જાય છે. પણ આવાં સૂર્યમંડળે તો અનંત છે. જ્ઞાનનો ભંડાર વધતો જ જાય છે અને બુદ્ધિ ખિલતી જ જાય છે પણ બુદ્ધિ તૃપ્ત થતી નથી.
જ્ઞાનને અંત ક્યાં આવવાનો? જ્ઞાનને તેને ભંડાર વધતો જાય છે, એક પછી એક ગ્રહની અને સૂર્યમંડળની શોધ કર્યો છતાં પણ અસંખ્ય ગ્રહ અને સૂર્યમંડલે હજુ બાકી જ રહે છે. આ બધાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને તે હવે જરા ધીમે પડતે જીવ આગળ ચાલ્યા જ છે. હિંદશાસ્ત્રમાં એક એવી વાત લખેલી છે કે, અગ્નિના એક સ્થંભમાં મહાદેવ ઉચે નીચે ગયા, પણ તેને તાગ આવ્યું નહીં. તેની શોધ કરવા માટે બ્રહ્મા એક હજાર વર્ષ પર્યન્ત આકાશમાં ફર્યા, પણ તેનો છેડે આવ્યો નહીં અને વિષ્ણુ હજાર વર્ષ પર્યત પાતાળમાં રહ્યા, પણ અગ્નિને Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Soratagyanbhandar.com