________________
(૩૫) ખરું ઠરે તો તેને કુદરતના એક નિયમરૂપે માન. પદાર્થવિજ્ઞાની આ પ્રમાણે ઘણુંજ ધીરજથી એકના એક બનાવને જુદા જુદા સંસર્ગોમાં મૂકી તપાસે છે અને એ સર્વનું ઘણું જ બારીકીથી અવલોકન કરે છે. આમ કરવામાં તેને દિવસના દિવસ, મહિનાના મહિના અને કવચિત્ કવચિત્ તો વર્ષોનાં વર્ષ પણ વહી જાય છે. પણ જ્યાં સુધી એક અનુ. માનની સિદ્ધતાની તેને સંપૂર્ણ ખાતરી થતી નથી ત્યાંસુધી તે તેને સિદ્ધાન્તરૂપે માનતો નથી. દાખલા તરીકે પશ્ચિમદેશના પદાર્થવિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિનને દાખલો લઈએ. એ મહાન પુરૂષની પ્રયોગ કરવાની પદ્ધતિ તેના સમકાલિન પુરૂષને તથા ત્યાર પછીના પુરૂષને અજાયબી પમાડતી હતી અને હજુ પણ પમાડે છે. વનસ્પતિ વિદ્યાને અભ્યાસ કરવામાં તે અમુક વનસ્પતિને જુદી જુદી જમીનમાં વાવી જેતે, તેને જુદે જુદે વખતે થોડા કે વધારે અજવાળામાં રાખી તેની તેના પર શું અસર થાય છે તે નોંધતો. આ અને એવા અનેક પ્રકારના પ્રયોગ ફરીફરીને કરી જોઈ પોતે કરેલા અનુમાનમાં કાંઈ ખોડ ન રહે તે માટે અમુક નિયમ સિદ્ધાન્તરૂપ માનતાં પહેલાં અનેક પ્રયોગો કરી Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com