________________
( ૩ ). પ્રતિષ્ઠા, કે વિષયવાસનાની તૃપ્તિ, એ કશું ઈચ્છતા નથી. તેઓ જ્ઞાનાનન્દને માટે જ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્તિ કરવા સિવાય એમને બીજે કશે હેતુ હોતો નથી અને મરણ પર્યન્ત જ્ઞાન પ્રાપ્ત કરવામાં જ મચ્યા રહે છે. તેઓ વિશ્વ શું છે, મનુષ્ય શું છે, જીવન શું છે, સૃષ્ટિમાં શું શું રહસ્ય છે એ જ જાણવા માગે છે, અને બાહ્ય સૃષ્ટિમાંથી જે જ્ઞાન મળી શકે છે તે બધું તેઓ પ્રાપ્ત કરી લે છે. પણ વિજ્ઞાન એ કાંઈ જ્ઞાન નથી. સૃષ્ટિમાં જે જે બનાવ બને, જે કાંઈ બને તે બધાનું અવલોકન કરવું, અવલોકન કરવાથી જે કાંઈ મળી આવે તેને એક બીજા સાથે સરખાવી તેમાં એક બીજા સાથે કાંઈ મળતાપણું અથવા સંબંધ છે કે નહીં, અને છે તે તે શું છે તે તપાસવું, અને કયા નિયમને અનુસરીને એ બનાવો બને છે તે શોધી કાઢવું, એ બધાનું નામ વિજ્ઞાન-સૃષ્ટિના પદાર્થોનું જ્ઞાન. આ પ્રમાણે જે કાંઈ અનુમાન પ્રાપ્ત થાય છે તેની સિદ્ધતા તપાસવા માટે જુદી જુદી રીતે પ્રયોગ કરવા, અને સૃષ્ટિમાં બનતા એવા જ બીજા બનાવો એ જ નિયમને અનુસરીને બને છે કે કેમ તે પણ જેવું અને પછી જે એ અનુમાન
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Suratagyanbhandar.com